સુરત શહેરમાં સ્પા પાછળ છુપાયેલ સેક્સ રેકેટનો ભાંડાફોડ, 6 મહિલાઓને બચાવ
સુરત, 13 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા અનૈતિક કારોબાર સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ કડક કાર્યવાહી કરી છે. પુણા-કડોદરા રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં ચાલતા એક સ્પા પર દરોડો પાડી પોલીસે ગેરક
Surat


સુરત, 13 એપ્રિલ (હિ.સ.) સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા અનૈતિક કારોબાર સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ કડક કાર્યવાહી કરી છે. પુણા-કડોદરા રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં ચાલતા એક સ્પા પર દરોડો પાડી પોલીસે ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન 6 મહિલાઓને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમે ‘NR સ્પા’ પર રેઇડ ગોઠવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અહીં બહારથી યુવતીઓને લાવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી હતી. આ ગોરખધંધો સંચાલકો દ્વારા નફો કમાવવા માટે વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતો હતો, જેનો અંતે પોલીસે પર્દાફાશ કર્યો.

દરોડા દરમિયાન પોલીસે રૂ. 2.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ કેસમાં બે સંચાલકો સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ ગ્રાહકોને પણ કાયદાની પકડમાં લેવામાં આવ્યા છે.

આ કેસમાં સંડોવાયેલા કેટલાક અન્ય આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે કેસ પુણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande