રાધનપુરમાં નાયરા પેટ્રોલ પંપ પર યુવક પર લાકડીથી હુમલો
પાટણ, 13 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાયરા પેટ્રોલ પંપ પર એક સામાન્ય બોલાચાલી હિંસક ઘટનામાં ફેરવાઈ હતી. સમી તાલુકાના મોહમદહીલાલ સૈયદ સાથે ગાડી ધીમી ચલાવવાના મુદ્દે સવારે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ જૂની અદાવત રાખી સાંજે હુમલો કર્યો. બપ
રાધનપુરમાં નાયરા પેટ્રોલ પંપ પર યુવક પર લાકડીથી હુમલો


પાટણ, 13 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાયરા પેટ્રોલ પંપ પર એક સામાન્ય બોલાચાલી હિંસક ઘટનામાં ફેરવાઈ હતી. સમી તાલુકાના મોહમદહીલાલ સૈયદ સાથે ગાડી ધીમી ચલાવવાના મુદ્દે સવારે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ જૂની અદાવત રાખી સાંજે હુમલો કર્યો.

બપોરે લગભગ 4 વાગ્યે યુવક પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા ઉભો હતો ત્યારે 4 શખસો લાકડીઓ સાથે આવી ચડ્યા. મજીદ, ઉમર, સોયેબ અને એક અજાણ્યા શખસે યુવક પર તૂટી પડી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે હુમલાખોરોએ યુવકને જમીન પર પટકીને તેના પગ અને માથા પર લાકડીઓથી બરહેમીથી માર્યો. આસપાસના લોકો વચ્ચે પડતા હુમલાખોરો ભાગી છૂટ્યા.

ઈજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો. રાધનપુર પોલીસે 3 નામજોગ અને 1 અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande