શેલાર સમઢીયાળામાં સાંસદ ભરત સુતરીયાની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે સંવાદ
અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) : આજરોજ અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ગારીયાધાર તાલુકાના શેલાર સમઢીયાળા ગામે ખાટલા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રામજનો સાથે સીધો અને સકારાત્મક સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હત
શેલાર સમઢીયાળામાં સાંસદ ભરત સુતરીયાની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે સંવાદ


અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) : આજરોજ અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ગારીયાધાર તાલુકાના શેલાર સમઢીયાળા ગામે ખાટલા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રામજનો સાથે સીધો અને સકારાત્મક સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ગ્રામજનોની સમસ્યાઓ, જરૂરીયાતો તેમજ ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદએ ગામના લોકોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા અને તેમના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચાડવા પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયાએ ગ્રામજનોને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને વધુમાં વધુ મત આપીને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, મજબૂત સરકાર અને મજબૂત સંગઠન દ્વારા જ વિકાસના કાર્યોને વધુ ગતિ મળી શકે છે. આ ખાટલા બેઠકથી ગ્રામજનોમાં વિશ્વાસ અને જોડાણની ભાવના મજબૂત બની હતી, તેમજ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande