બ્રેકિંગ : અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો, વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) અમદાવાદની શહેરની સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્
બ્રેકિંગ : અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો, વિદ્યાર્થી ઈજાગ્રસ્ત


અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) અમદાવાદની શહેરની સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande