HNGU, પાટણમાં 2026-27થી NEP હેઠળ ‘ઓનર્સ વિથ રિસર્ચ’ અભ્યાસક્રમ માટે 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્ર બની
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં 2026-27થી NEP હેઠળ ‘ઓનર્સ વિથ રિસર્ચ’ અભ્યાસક્રમ શરૂ થવાનો છે. આ માટે 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્ર બની છે અને અહીં એલઆઈસી કમિટી તપાસ કરશે. નવી શિક્ષણ નીતિ 2023-24થ
HNGU, પાટણમાં 2026-27થી NEP હેઠળ ‘ઓનર્સ વિથ રિસર્ચ’ અભ્યાસક્રમ માટે 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્ર બની


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં 2026-27થી NEP હેઠળ ‘ઓનર્સ વિથ રિસર્ચ’ અભ્યાસક્રમ શરૂ થવાનો છે. આ માટે 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્ર બની છે અને અહીં એલઆઈસી કમિટી તપાસ કરશે. નવી શિક્ષણ નીતિ 2023-24થી અમલમાં છે, જેમાં ગ્રેજ્યુએશન 3 વર્ષનું અને ‘ઓનર્સ’/‘ઓનર્સ વિથ રિસર્ચ’ 4 વર્ષનું રાખવામાં આવ્યું છે. નવા સત્રથી સેમેસ્ટર 7 શરૂ થશે. ‘ઓનર્સ વિથ રિસર્ચ’ માટે 68 કોલેજોએ અરજી કરી હતી, પરંતુ દરેક વિષયમાં 2 પીએચડી ગાઈડ ફરજિયાત હોવાના કારણે 49 કોલેજો અપાત્ર ઠરી.

‘ઓનર્સ’ અભ્યાસક્રમ માટે આશરે 70 કોલેજોની અરજીની ચકાસણી ચાલુ છે. પાત્ર કોલેજોમાં એલઆઈસી તપાસ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande