સુરતમાં પ્રસાદી લાડુમાં નશીલી દવા ભેળવી પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, આરોપી મહિલાની ધરપકડ
સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાલીગ્રામ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતી એક મહિલાએ દુશ્મનાવટના કારણે પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ગોરધનભાઈ ડોંડા અને તેમના પરિવારને લક્ષ્
Arrest


સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાલીગ્રામ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતી એક મહિલાએ દુશ્મનાવટના કારણે પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ગોરધનભાઈ ડોંડા અને તેમના પરિવારને લક્ષ્ય બનાવી પ્રસાદીના નામે લાડુમાં નશીલી ગોળીઓ ભેળવી દરવાજા પાસે મૂકી દેવામાં આવ્યા હતા. આ લાડુ ખાધા બાદ ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું હતું. ઘટના પછી પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી તરીકે ઉષાબેન નાકરાણીની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહિલા પોતાની દીકરીના પ્રેમલગ્નને લઈને પડોશી પરિવાર પ્રત્યે વેર રાખતી હતી. તેને શંકા હતી કે ડોંડા પરિવારના સભ્યોને તેની દીકરીના સંબંધ વિશે જાણ હતી અને તેઓએ તેને મદદ કરી હતી, જેને કારણે આ પગલું ભરાયું.

આ કેસમાં એક નવી બાબત પણ સામે આવી છે. આરોપી મહિલાના પુત્રએ પીડિત પરિવારના વિદેશમાં અભ્યાસ કરતા દીકરાને ફોન કરીને ધમકાવ્યો હતો. ફોન પર તેણે કહ્યું કે લાડુમાં માત્ર ઊંઘની ગોળીઓ નાખવામાં આવી હતી, નહીં તો વધુ ખતરનાક દવા નાખી હોત તો ગંભીર પરિણામ આવી શકે તેમ હતું. તેણે કેસ આગળ ન વધારવા માટે પણ દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પરિવારને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande