પાલનપુરમાં મુંબઈની યુવતીએ બહેનપણીના ઘરમાં જ 91 હજારનો હાથફેરો કર્યો
સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે મુંબઈથી અવારનવાર તેમની બહેનપણી સુરત કામ અર્થે આવતા હતા. આ દરમિયાન ગતરોજ પણ મુંબઈના તેમની મહિલા મિત્ર સુરત તેમના ઘરે રોકાણી હતી અને મુંબઈ જવાની તૈયારી કરતી હતી ત્યારે મહિ
પાલનપુરમાં મુંબઈની યુવતીએ બહેનપણીના ઘરમાં જ 91 હજારનો હાથફેરો કર્યો


સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે મુંબઈથી અવારનવાર તેમની બહેનપણી સુરત કામ અર્થે આવતા હતા. આ દરમિયાન ગતરોજ પણ મુંબઈના તેમની મહિલા મિત્ર સુરત તેમના ઘરે રોકાણી હતી અને મુંબઈ જવાની તૈયારી કરતી હતી ત્યારે મહિલાએ તેમના પતિ સાથે માત્ર એક કલાકના કામકાજ માટે બહાર ગયા હતા. આ સમયે મહિલા મિત્રએ ઘરમાંથી રૂપિયા 91,000 ની ચોરી કરી લીધી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર મહિલાને જાણ થતા તેમણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે રાંદેરના પાલનપુર જકાતનાકા પાસે માઈલસ્ટોન સિરામિક ની સામે આવેલ દિન દયાળ સોસાયટીમાં રહેતા મેલવિન કેવીનભાઈ સિકવેરાની પત્ની ઉપાસનાબેન ટ્યુશન ક્લાસીસ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. તેમની મુંબઈમાં અંધેરી વેસ્ટ ખાતે પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ નગર રોડ પર મહાડા રોડ પર વિઘ્નેશ્વર હાઇટ્સમાં રહેતી મિત્ર હેતલબેન વિજયભાઈ વ્યાસ અવારનવાર તેમને મળવા માટે સુરત આવતી હતી અને તેમના ઘરે જ રોકાતી હતી. આ દરમિયાન થોડા દિવસો અગાઉ પણ હેતલબેન ઉપાસનાબેનના ઘરે રોકાવા માટે આવ્યા હતા. આ દરમિયાન સવારે તેમને મુંબઈ જવાનું હોવાથી તેઓ ઘરમાં તૈયાર થતા હતા. આ સમયે ઉપાસનાબેને હેતલને જણાવ્યું હતું કે તેઓ તૈયાર થાય ત્યાં સુધીમાં તે અને તેમના પતિ કચરો નાખી નાળિયેર પાણી લઈને ઘરે પરત આવે છે. જેથી તેમના ભરોસે ઘર ખુલ્લું મૂકીને તેઓ એક કલાક માટે ગયા હતા. જોકે ત્યારબાદ સવારે 6:00 થી 7:00 વાગ્યાના સમયગાળા બાદ ઉપાસનાબેન અને તેમના પત્ની મેળવીને ભાઈ ઘરે પરત આવ્યા હતા. જોકે ત્યાં સુધીના સમયગાળાની અંદર હેતલબેનને ઘરમાં કબાટમાં રહેલા સોનાનો બ્રેસલેટ, સોનાની વીટી, સોનાનું પેન્ડલ સહિત રૂપિયા 91,000 ની ચોરી કરી લીધી હતી. જોકે બાદમાં બીજા દિવસે ઉપાસના બેનને ચોરીની જાણ થતા તેઓએ આ મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેતલબેન વિજયભાઈ વ્યાસ સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande