ભાજપ “જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે દાઉદ ઈબ્રાહિમ ને પણ ટીકીટ આપે પ્રતાપ દુધાત
અમરેલી, 17 એપ્રિલ (હિ.સ.)સાવરકુંડલામાં પ્રતાપ દુધાતના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ભાજપ “જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે દાઉદ ઈબ્રાહિમ ને પણ ટીકીટ આપે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય માહોલ ગરમાયો હતો. કાર્
BJP can go to any extent to win, even give ticket to Dawood Ibrahim: Pratap Dudhat


અમરેલી, 17 એપ્રિલ (હિ.સ.)સાવરકુંડલામાં પ્રતાપ દુધાતના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ભાજપ “જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે દાઉદ ઈબ્રાહિમ ને પણ ટીકીટ આપે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય માહોલ ગરમાયો હતો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત એ ભારતીય જનતા પાર્ટી પર તીખા પ્રહાર કરતાં અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના ભાષણમાં તેમણે ભાજપની નીતિઓ અને કાર્યશૈલી પર સીધી ટિપ્પણી કરતા કહ્યું કે “વર્તમાન ભાજપની માનસિકતા એટલી નિમ્નકક્ષાની બની ગઈ છે કે જીતવા માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે.”

કાર્યક્રમ દરમિયાન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરા મુજબ નાળિયેર ફોડવામાં આવ્યું હતું. નાળિયેર ઊભું ફાટતાં તેને શુભ સંકેત માનવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રતાપ દુધાતે પોતાના ભાષણમાં ભાજપ પર આક્રમક વાણીમાં નિશાન સાધ્યું હતું.

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની “કથની અને કરણીમાં મોટો ફેર છે” અને હાલમાં ભાજપમાં રહેલા લગભગ 75 ટકા આગેવાનો મૂળ કોંગ્રેસમાંથી આવ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સામાન્ય લોકોને પોતાનો હક્ક મેળવવા માટે આજે તડપવું પડે છે, જે સરકારની નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.

પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે “કોની રહેમદૃષ્ટિથી ખનીજ માફિયા અને બૂટલેગરો બેફામ થઈ રહ્યા છે?” તેમજ ગામોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ પણ કર્યો. તેમના શબ્દોમાં, “આ ગામમાં સવારે શાકભાજીની જેમ સાંજે દારૂની લારીઓ મુકાઈ રહી છે,” જે સ્થિતિ પર ગંભીર ચિંતાનો વિષય છે.

આ ઉપરાંત તેમણે વિકાસ મુદ્દે પણ ભાજપને ઘેર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 30-35 વર્ષથી ભાજપ સત્તામાં રહીને લોકોની આશાઓ પર પાણી ફેરવી રહ્યું છે. “જીઆઈડીસી જેવા વિકાસના નામે વર્ષોથી લોકોને છેતરવામાં આવ્યા છે,” એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે લોકોને સંદેશ આપતા કહ્યું કે હવે “પડખું બદલવાનો સમય આવી ગયો છે.” તેમણે ઉપમા આપતા કહ્યું કે જેમ એકધારો રોટલો તાવડીમાં બળી જાય, તેમ લાંબા સમયથી એક જ પક્ષ સત્તામાં રહે તો નુકસાન થાય છે.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રતાપ દુધાતના આ આક્રમક નિવેદનોને કારણે સાવરકુંડલાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande