

પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણીને લઈ પોરબંદર ભાજપ દ્રારા આજે સંકલ્પ પત્ર જાહેર કરવામા આવ્યુ હતુ પોરબંદર મહાનગરપાલિકામા ભાજપનુ શાશન આવશે તો શહેરના વિકાસ માટે કયા કામો આગામી પાંચ વર્ષમા કરવામા આવશે તે અંગેનુ સંકલ્પ પત્ર ભાજપ દ્રારા જાહેર કરવામા આવ્યુ હતુ ભાજપના અટલ ભવન ખાતે પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર શહેરના વિકાસને સંકલ્પ પત્ર જાહેર કર્યુ હતુ આ પ્રસંગે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતના તિવારી, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયા, જીલ્લાભાજપના મહામંત્રી પ્રવિણ ખોરાવા અને શહેર ભાજપના પ્રમુખ સાગર મોદી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર શહેરનો પ્રવાસન ક્ષેત્ર વિકાસ કરવાની સાથે લઘુ અને ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે વિકાસનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya