
સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી પરણીતા સોશિયલ મીડિયા મારફતે મુંબઈના એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેમને કામ આપવાને બહાને લાલચ આપી મળવા માટે સુરત આવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ પરણીતાને મુંબઈમાં લઈ ગયો હતો. જ્યાં બ્રેડની ફેક્ટરીમાં કામ પર લગાવી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં લગ્ન માટે ના પાડી દેતા ભોગ બનનાર પરિણીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના પુણા વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી પરણીતા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પશ્ચિમ બ્રુન કાંદીવલી માં આવેલ ભંગારવાળી ગલીમાં રહેતા સુશીલ છોટઈ પાલ ના સંપર્કમાં આવી હતી. સુનિલે તેમને કામ ધંધો અપાવવાની લાલચ આપી અને તેની સાથે લગ્ન કરવાની પણ લાલચ આપી હતી. જોકે ત્યારબાદ સુનિલ વર્ષ 2025 માં તેમને મળવા માટે સુરત આવ્યો હતો. સુરતમાં તેમણે પરણીતા સાથે મુલાકાત કરી તેમને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેને મુંબઈ પણ લઈ ગયો હતો. જ્યાં તેમને બ્રેડ બનાવવાની ફેક્ટરીમાં કામ પર નોકરી પણ અપાવી હતી. જોકે ત્યારબાદ સુનિલે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં લગ્ન માટે ના પાડી દઈ તેમની સાથે ઝઘડો કરી તરછોડી જતો રહ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા મહારાષ્ટ્રથી ફરિયાદને પુણા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસ મથકમાં પીએસઆઇ એન.ડી. વેકરીયા એ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે