

પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસની નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર દ્વારા જીકાસની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી નીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.હાર્મોની સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે એકત્રિત થયા હતા અને જીકાસ સામે નારાબાજી કરી હતી.
વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે અને તેને સુધાર્યા વગર સ્વીકાર્ય નથી.જીકાસની ખામીઓ દૂર કરી તાત્કાલિક સુધારા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો જીકાસમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya