નેવીના અધિકારીએ પોરબંદર ની ગુરૂકુળ સ્કુલની મુલાકાત લીધી.
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના ગુરૂકુળ સી.બી.એસ.ઈ. સ્કુલની નેવીના અધિકારીએ મુલાકાત લીધી હતી. પોરબંદરની આર્યકન્યા ગુરૂકુલ સી.બી.એસ.સી. સ્કુલ રિયર એડમિરલ તનુ ગુરૂ (વિશિષ્ટ સેવા મેડલ), ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ગુજરાત નેવલ એરિયા તથા તેમની પત્ની સોમ
નેવીના અધિમારીએ પોરબંદર ની ગુરૂકુળ સ્કુલની મુલાકાત લીધી.


નેવીના અધિમારીએ પોરબંદર ની ગુરૂકુળ સ્કુલની મુલાકાત લીધી.


નેવીના અધિમારીએ પોરબંદર ની ગુરૂકુળ સ્કુલની મુલાકાત લીધી.


પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના ગુરૂકુળ સી.બી.એસ.ઈ. સ્કુલની નેવીના અધિકારીએ મુલાકાત લીધી હતી.

પોરબંદરની આર્યકન્યા ગુરૂકુલ સી.બી.એસ.સી. સ્કુલ રિયર એડમિરલ તનુ ગુરૂ (વિશિષ્ટ સેવા મેડલ), ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ગુજરાત નેવલ એરિયા તથા તેમની પત્ની સોમા ગુરૂનું સન્માનપુર્વક સ્વાગત કર્યું હતું.મુલાકાત દરમિયાન મહેમાનોને ગુરૂકુલની અનોખી શિક્ષણ પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.શાળાના શૈક્ષણિક, શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટેના કાર્યક્રમો જેમ કે અભ્યાસ, રમત-ગમત, સંગીત, નૃત્ય, યોગ, ધ્યાન અને મુલ્ય આધારિત શિક્ષણ વિશે વિગતવાર રજુઆત કરવામાં આવી હતી.

મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તેમજ તેમણે નેતૃત્વ વિકાસ પ્રવૃત્તિઓ, રમત-ગમતમાં સિદ્ધિઓ,સાંસ્કૃતિક તાલીમ અને હોસ્ટેલ આધારિત શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું.આ મુલાકાત દ્વારા મહેમાનોને આર્યકન્યા ગુરૂકુલના વિશિષ્ટ શિક્ષણ માહોલને નજીકથી સમજવાનો અવસર મળ્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી.

વિદ્યાર્થીઓને સંબોધતા રિયર એડમિરલ તનુ ગુરૂએ જીવનમાં સફળતા મેળવવા માટે શિસ્ત,દ્રઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નોના મહત્વ પર ભાર મુક્યો.શાળાના વ્યવસ્થાપન, પ્રિન્સિપાલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ આ પ્રેરણાદાયી મુલાકાત અને માર્ગદર્શન માટે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande