
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના માર્કેટીગ યાર્ડમા કેસર કેરીની આવક જોવા મળી રહી છે. આજે આ વર્ષની સીઝનની સૌથી વધારે કેસર કેરીના 2200 જેટલા બોકસની આવક જોવા મળી હતી જેમાં બરડાની કેસર કેરીના 1800 અને તાલાળાની કેસરકેરીના 400 બોક્સની આવક થઈ છે.
ઉનાળાની ઋતુનો પ્રારંભ એપ્રિલ માસમાં થતો હોય છે ત્યારે આ ગરમીની ઋતુમાં ફળોનો રાજા કહેવાતા કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે ગરમીની ઋતુના પ્રારંભમાં પોરબંદરના માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે.
આજે આ સીઝનની સૌથી વધારે કેસર કેરીની આવક જોવા મળી હતી જેમાં પોરબંદરના બરડા પંથક અને તાલાળાની પ્રખ્યાત કેસર કેરીની આવક જોવા મળી હતી. તાજેતરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથકના ગામોમાંથી કેસર કેરીના 1800 જયારે તાલાળાથી 400 જેટલા બોક્સની આવક થઈ છે.
તાજેતરમાં આવેલી બરડા પંથકની કેસર કેરીનો ભાવ કિલોનો 900-1500 જયારે તાલાળાની કેસર કેરીનો ભાવ 700-1200 રૂપિયા બોલ્યો હતો.પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમા વધારો જોવા મળી રહ્યો છે.
બરડા પંથકની કેસર કેરી ગુજરાત નંબર વન ગણવામા આવે છે. ત્યારે ગરમીની ઋતુમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથક ઉપરાંત તાલાળાની કેસર કેરીની આવક જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya