
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો જંગ જામ્યો છે. ભાજપ-કોગ્રેસ અને આમ આદમી મેદાને છે. આ વખતની ચુંટણીમા અપક્ષોનુ ખાસ વર્ચસ્વ જોવા મળતુ નથી ચુંટણી આડે સાત દીવસ જેવો સમય રહ્યો છે.ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચારને વેગ આપવાનુ શરૂ કરી દીધુ છે.
પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણીની વાત કરીએ છે બિનરહિફ થયેલા વોર્ડ સિવાય વોર્ડમા ભાજપે પોતાના કાર્યાલયનો પ્રારંભ કરી દીધો છે. અન્ય પક્ષો પણ કાર્યાલયનો પ્રારંભ કરી દીધો છે. કાર્યાલય ખાતે આગેવાનો અને સમર્થકોની મેળવાડો જોવા મળી રહ્યો છે પોરબંદર ના દરેક વોર્ડમા સવાર અને સાંજના સમયે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે રાજકીય પક્ષો પોતાની વાત લઇ લોકો સુધી જઇ રહ્યા છે. તો કેટલાક સ્થળોએ પાયાની સુવિધાને લઈ પણ લોકો રજુઆત કરી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા નો યુગ છે .જેના કારણે ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. પોતાના પ્રચારના વિડીયો તૈયાર કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કેટલાક ઉમેદવારોએ સોશિયલ મીડિયા માટે આખી ટીમ કામ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જીલ્લા અને તાલુકા પંચાયતમા પણ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના ઉમેદવારો પણ ગામ અને વાડી વિસ્તારોમા પ્રચાર કરી રહ્યા છે. તેમજ મીટીંગોનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે.પ્રચાર માટે માત્ર સાત દિવસ રહ્યા છે .ત્યારે મતદારોને રીઝવાનો અંતિમ ઘડી સુધી પ્રયાસો કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya