સાત વર્ષથી ફરાર પ્રોહિબીશનનો આરોપી ઝડપાયો, વલસાડ LCBની સફળ કામગીરી
વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી બીપીન રામપ્રતાપ છબ્બેલાલ યાદવ (ઉંમર 29)ને પોલીસે ભિલાડના નાહુલી વિસ્તારેથી ઝડપી પાડ્
સાત વર્ષથી ફરાર આરોપી બીપીન યાદવ


વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી બીપીન રામપ્રતાપ છબ્બેલાલ યાદવ (ઉંમર 29)ને પોલીસે ભિલાડના નાહુલી વિસ્તારેથી ઝડપી પાડ્યો હતો.

આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન મુજબ ટીમ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

દરમિયાન એલ.સી.બી.ના પોલીસકર્મી હરદિપસિંહ હેતુભા ગોહિલને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દાદરા અને નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં નરોલી હાઈસ્કૂલ પાછળ મહેશભાઈની ચાલીમાં રહેતો હતો અને લાંબા સમયથી પોલીસથી બચતો હતો. પકડાયેલા આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે.

આ કામગીરીમાં PSI જે.બી. ધનેશા સહિત LCBની ટીમના સહદેવસિંહ રાઠોડ, ઉર્વીશ ગોહિલ, કુલદીપસિંહ ઝાલા, હરદિપસિંહ ગોહિલ, ભાવીક પટેલ, વિવેક ગઢવી અને દશરથ ભરવાડે ટીમવર્કથી કામગીરી સફળ બનાવી હતી. આમ, વર્ષોથી પોલીસને ચકમો આપતો આરોપી અંતે કાયદાની ઝપેટમાં આવતા વલસાડ LCBની કામગીરીને નોંધપાત્ર માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande