રાજ્યપા આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એજ્યુ ફેસ્ટ ૨૦૨૬ની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો
જૂનાગઢ 18 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ તા.૧૮-૦૪-૨૦૨૬ ના રોજ જૂનાગઢ શહેરના કોલેજ રોડ પર આવેલા સુરજ મલ્ટિપ્લેક્સ ખાતે આયોજિત EDUFEST 2026 (એજ્યુકેશન ફેસ્ટિવલ) ની મુલાકાત લીધી હતી. ઉપરોક્ત કાર્યક્રમમા રાજ્યભરની વિવિધ શૈક્ષણિક સંસ્
આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એજ્યુ ફેસ્ટ ૨૦૨૬ની મુલાકાત લીધી


જૂનાગઢ 18 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ તા.૧૮-૦૪-૨૦૨૬ ના રોજ જૂનાગઢ શહેરના કોલેજ રોડ પર આવેલા સુરજ મલ્ટિપ્લેક્સ ખાતે આયોજિત EDUFEST 2026 (એજ્યુકેશન ફેસ્ટિવલ) ની મુલાકાત લીધી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમા રાજ્યભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ તેમના શૈક્ષણિક કાર્યક્રમો કોર્સની માહિતી આપતા સ્ટોલનું આયોજન કર્યું હતું.

રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન બાદ આ એજ્યુકેશન ફેસ્ટિવલને જૂનાગઢના અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં પારૂલ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી, સ્વર્ણિમ યુનિવર્સિટી, એકલવ્ય યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ઇન્ડસ યુનિવર્સિટી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એકલવ્ય યુનિવર્સિટી, ડો. સુભાષ યુનિવર્સિટી, સહિતના વિવિધ વિશ્વ વિદ્યાલયો, બાયોલોજી કેમેસ્ટ્રી કોર્ષ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્ષ, વિવિધ ડિપ્લોમા ડિગ્રી, સી.એ. અને સી.એસ. કોર્ષ, એબરોડ સ્ટડી પ્રોગ્રામ, સ્ટુડન્ટ લોન અને કોમ્યુટર કોર્ષ સહિતની જાણકારી આપતા માહિતી સભર સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

જેની રાજ્યપાલએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મળીને તેમને માર્ગદર્શન પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલ એ સૌને શુભકામના પાઠવી હતી.

આ તકે ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ન્યૂઝ કેપિટલના ઇનપુટ હેડ મયુર માકડિયા,મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નિલેશભાઈ ધુલેશિયા, ગીરીશભાઈ કોટેચા, કે.ડી . પંડ્યાતેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડા પ્રતિનિધિ ગણ, જુનાગઢ એકેડેમિક એસોસીએશનના ચેરમેન અને સભ્યો, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande