વાપીમાં ગેસ લીકેજથી આગ, 5 આસામી યુવકો ગંભીર રીતે દાઝ્યા
વાપી,18 એપ્રિલ (હિ.સ.) વાપીના ગોદાલનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે ગેસ લીકેજના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં રૂમમાં રહેતા 5 આસામી યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વાપીના ગોદાલનગરમાં ગેસ લીકેજથી આગ લાગતા 5 યુવકો દાઝ્યા

વાપી,18 એપ્રિલ (હિ.સ.) વાપીના ગોદાલનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે ગેસ લીકેજના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં રૂમમાં રહેતા 5 આસામી યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, વાપીના સોનોરસ બિલ્ડિંગ લાઇન પાસે આવેલી ગોદાલનગરની એક ચાલીમાં રહેતા પાંચેય યુવકો ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને સાથે જ રહેતા હતા. શુક્રવારે સાંજે તેઓ રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે ગેસ ચાલુ કરી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ગેસ લાઇટરથી ન સળગતા યુવકે માચિસનો ઉપયોગ કર્યો હતો. જેમ જ માચિસ સળગાવવામાં આવી કે તરત જ રૂમમાં ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી જોરદાર હતી કે પાંચેય યુવકો તેની ચપેટમાં આવી ગયા હતા.ઘટનાના તરત બાદ તમામ યુવકો જીવ બચાવવા માટે રૂમની બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.પોલીસે પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ ઘટના બની હોવાનું માન્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

 rajesh pande