
જુનાગઢ, 20 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નો માહોલ બની રહ્યો છે, તેવા સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે, કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક ના પગલે હવે ખર્ચ બાબતની વાતો સહેલાઈથી ઉકેલી શકાશે.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય પેટા ચૂંટણીઓ આગામી તા.૨૬/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. ચૂંટણી અન્વયે એક બાદ એક અધિકારીઓની નિમણુક થઇ રહી છે, જે અન્વયે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક કલ્પેનકુમાર હિરપરા, સહાયક રાજ્ય વેરા કમિશનર સંયુક્ત રાજ્ય વેરા કમિશનર ની કચેરી,(વહીવટ વિભાગ)-૧૦ રાજકોટની નિમણૂક કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ