પોરબંદરમાં આઇપીએલ મેચમાં સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો
પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે કનકાઈ માતાજીના મંદિર પાસે જાદવ પાન વાળી ગલી જુરીબાગમાં એક ઈસમ મોબાઈલ ઉપર IPL ની ચાલતી RCB (રોયલ ચેલેન્જર બેંગલોર) DC (
આઈ.પી.એલ. ની મેચમાં સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે કનકાઈ માતાજીના મંદિર પાસે જાદવ પાન વાળી ગલી જુરીબાગમાં એક ઈસમ મોબાઈલ ઉપર IPL ની ચાલતી RCB (રોયલ ચેલેન્જર બેંગલોર) DC (દિલ્હી કેપીટલ) લાઇવ ટી-20 ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી દ્વારા દરોડો પડી અનીલ હિરાલાલ મઢવીને સટ્ટો રમતા ઝડપી મોબાઈલ ફોન નંગ-01 કી.રૂ. 1,00,000/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ક્રીકેટ સટ્ટાનો કેસ રજીસ્ટર કરાવ્યો છે.

કમલાબાગ પોલીસે આરોપીની કાયદેસર અટક કરી તપાસ શરૂ કરી.આ કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઈ. એમ.એન.જાડેજા, એ.એસ.આઈ, હેડ કૉસટેબલ, સહિતનો સટાફ જોડાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande