ભારતના એકમાત્ર સુદામાજીના મંદિરમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા
પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરમા અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા વર્ષમા એક માત્ર અખાત્રીજના દિવસે મંદિરના ગર્ભગૃહમા શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામા આવે છે. ભારતમા એકમાત્ર પોરબંદરમા સુદામાજ
સુદામાજીના ચરણ સ્પર્શ કરી ભક્તો ભાવવિભોર બન્યા.


સુદામાજીના ચરણ સ્પર્શ કરી ભક્તો ભાવવિભોર બન્યા.


સુદામાજીના ચરણ સ્પર્શ કરી ભક્તો ભાવવિભોર બન્યા.


સુદામાજીના ચરણ સ્પર્શ કરી ભક્તો ભાવવિભોર બન્યા.


પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરમા અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા વર્ષમા એક માત્ર અખાત્રીજના દિવસે મંદિરના ગર્ભગૃહમા શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામા આવે છે. ભારતમા એકમાત્ર પોરબંદરમા સુદામાજીનુ મંદિર આવેલુ છે. વર્ષમા એક માત્ર અખાત્રીજના દિવસે સુદામાજી મંદિરના ગર્ભગૃહમા પ્રવેશ આપવામા આવે છે. અખાત્રીજીના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનુ ખાસ મહત્વ છે.આજે અખાત્રીજ હોય સુદામા મંદિર ખાતે વિશેષ પુજા-અર્ચના કરવામા આવી હતી તેમજ નૂતન ધ્વજા રોહણ કરવામા આવ્યુ હતુ તો આજે સવારથી જ સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા પોરબંદરમા આવેલા સુદામાજીના મંદિર આમતો નિયમિત શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે.

પરંતુ આજે અખાત્રીજના દિવસે શ્રધ્ધાળુઓને સુદામાજીના ચરણ સ્પર્શ કરવામાં દેવામા આવતા હોવાથી સવારથી લઈ અને સાંજ સુધી શ્રધ્ધાળુઓની અવિરણ ભીડ જોવા મળશે તો શ્રધ્ધાળુઓએ એવુ જણાવ્યુ હતુ. આજના અખાત્રીજના દિવસ સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દ્રારકા ગયા હતા આથી આ દીવસ સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દરિદ્રતા દુર થતી હોવાની પણ એક ધાર્મિક માન્યતા છે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સુદામાજીના દર્શન કરવા માટે આવ્યા હોય મંદિરના મહંત કમલભાઇ રામાવત અને તેમના પરિવારજનો દ્રારા દર્શનનુ સુદ્રઢ આયોજન કરવામા આવ્યુ હતુ તો સેવાભાવી દ્રારા મંદિર ખાતે શ્રધ્ધાળુઓ માટે ઠંડાપીણાની વ્યવસ્થા કરવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande