કહોડાની શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામ સ્થિત કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલની શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદની અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આ એવો
કહોડાની શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ


કહોડાની શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ


મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામ સ્થિત કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલની શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદની અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આ એવોર્ડથી શાળા અને ગામમાં આનંદની લાગણી છવાઈ છે.

યોગિનીબેન 2002થી શાળામાં ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમ.એ., B.Ed. અને M.Phil જેવી ઉચ્ચ લાયકાત ધરાવતી યોગિનીબેન શિક્ષણમાં નવીનતા અને ગુણવત્તા માટે જાણીતા છે. શાળાના વિકાસ માટે તેમણે અનેક ઇનોવેશન પ્રોજેક્ટ્સ કર્યા છે, જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. તેઓ કર્મયોગી તાલીમમાં Resource Person તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

વિદ્યાર્થીઓના પરિણામોમાં પણ તેમની મહેનત સ્પષ્ટ દેખાય છે. તેમના માર્ગદર્શન હેઠળ ધોરણ 12માં ગુજરાતી વિષયમાં સતત ઉત્તમ પરિણામ અને 100 ટકા પાસિંગ નોંધાયું છે. વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રસ જાગૃત કરવા તેઓ ખાસ પ્રયત્ન કરે છે.

શૈક્ષણિક સાથે સામાજિક ક્ષેત્રે પણ સક્રિય યોગિનીબેનનું આ સન્માન સમગ્ર ગામ માટે ગૌરવનો વિષય બન્યું છે અને અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ સાબિત થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande