સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જામનગર શહેરમાં માથાકુટના ઘર સમાન શંકર ટેકરી અને બેડીમાં પોલીસનું કોમ્બીંગ
જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ યોજાઈ હતી. શહેર ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાની આગેવાનીમાં એલ.સી.બી. પીઆઈ વી.બી.ચ
પોલીસ પેટ્રોલીંગ


જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ યોજાઈ હતી.

શહેર ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાની આગેવાનીમાં એલ.સી.બી. પીઆઈ વી.બી.ચૌધરી, સિટી સી પીઆઈ એન.બી.ડાભી સહિતના દ્વારા શંકરટેકરી વિસ્તારમાં અને સિટી બી પોલીસ દ્વારા બેડેશ્વરમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ મુખ્ય માર્ગો અને શેરી ગલીઓમાં પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન વિસ્તારમાં વાહન ચેકીંગ કરી ડીટેઇન અંગેના 6 કેસ અને એમ.વી.એકટ કલમ 185 હેઠળ 01 કેસ, એક જુગારનો કેસ અને 05 વાહનચાલકોને ટ્રાફીક મેમો અપાયા હતાં સાથે જ 25 જેટલા બુટલેગરના રહેણાંક ખાતે ચેકીંગ કરાયું હતું જ્યારે જુગાર મામલે અવારનવાર પોલીસ ચોપડે ચડતા 07 શખ્સોને ત્યાં ચેકીંગ કરાયું હતું.

તથા 12 જેટલા ટપોરી અને 05 જેટલા હિસ્ટ્રીશીટરને ચેક કરાયા હતા. વધુમાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના બેડેશ્વર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામા આવ્યું હતું. આ દરમિયાન 7 વાહન ડીટેઇન, 2 ને ટાફીક મેમો, 2 પ્રોહિબીશન કેસ, 5 બુટલેગર રહેઠાણ પર ચેકીંગ,3 જુગારીઓને ત્યાં ચેકીંગ, 5 ટપોરીઓને અને એક હિસ્ટ્રીશીટરને ચેક કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande