
કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) ભુજ શહેરમાં પાલિકા ચૂંટણીને લઈ રાજકીય તાપમાન ઉંચાઈએ પહોંચી ગયું છે. કુલ 40 બેઠકો માટે 100 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામતાં ચૂંટણીનો માહોલ ચુસ્ત બન્યો છે. આ વચ્ચે વોર્ડ નં. 11 બિનહરીફ જાહેર થતા અહીં ભાજપના ચારેય ઉમેદવારો નિર્વિવાદ વિજેતા બન્યા છે, જ્યારે બાકી તમામ વોર્ડોમાં જોરદાર રાજકીય સ્પર્ધા જોવા મળી રહી છે.
આવતી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાનાર હોવાથી ઉમેદવારો દ્વારા પ્રચારને અંતિમ તબક્કે લઈ જવામાં આવ્યો છે. શહેરના દરેક ખૂણામાં ડોર-ટુ-ડોર સંપર્ક, સભાઓ અને પ્રચાર રેલીઓ દ્વારા મતદારોને આકર્ષવાનો જોરદાર પ્રયાસ ચાલી રહ્યો છે.
વોર્ડ મુજબ ઉમેદવારોની સ્થિતિ
વોર્ડ નં. 1 ભાજપ પક્ષનાં ઇમ્તિયાઝ ફકીરમામદ સોઢા, નરેન્દ્ર વિશનજી ભાટિયા, સીમા આમદ કુંભાર અને હમીદા નાસીર હુસૈન ખત્રી સામે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારમાં કાસમ મામદ સમા, નૌશિદા શોયબ લંગા, મરિયમ હાસમ સમા અને યાકુબભાઈ અહમદ ખત્રી તેમજ અન્ય પક્ષોનાં મળીને કુલ 15 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
વોર્ડ નં. 2 ભાજપ પક્ષનાં ઉમેદવારમાં માલતી હિતેશ ગોર, શાંતાબેન નારણભાઈ જોગી, હર્ષદ રાજેશ ભાંડેલ જ્યારે કોંગ્રેસનાં ઉમેદવારમાં અંજલિ અશ્વિનગોર. કાસમ ભચુ કેવર, નરેન્દ્ર મનજી ભીલ અને રોશન હારૂન ત્રાયા સહિત 12 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.
વોર્ડ નં. ભાજપ પક્ષનાં ઉમેદવારોમાં અંબાલાલ પ્રેમજીભાઈ રાજગોર, બિલ્કિશબેન મહમદઆરીફ સમા, સનાબાનુ અબ્દુલગફુર ચૌહાણ અને સમીર ગની કુંભાર જયારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારમાં આઈશુ અલીમામદ સમા, કિશોરદાન જયંતીદાન ગઢવી, ફકીરમામદ રમજુ કુંભાર અને ફાતમાબાઈ ગુલામહુશેન સમા સહિત સ્થાનિક સ્તરે જાણીતા ચહેરાઓ વચ્ચે જંગ જામ્યો છે.
વોર્ડ નં. 4 અહીં ભાજપ પક્ષનાં ઉમેદવારમાં ડોલી ભાવેશ શાહ, બીના મહેન્દ્ર ભાનુશાલી, હરેશ મગનભાઈ મહેશ્વરી જયારે કોંગ્રેસનાં નીરજ રાજાભાઈ સુંદરા, રચનાબેન મયૂરભાઈ ગોર, સાધના અનિલ ભાનુશાલી સહિત 7 કોંગ્રેસ અને સ્વતંત્ર ઉમેદવારો દ્વારા પણ કઠિન પડકાર ઉભો થયો છે.
વોર્ડ નં. 5 ભાજપનાં કૌશલ સુરેશચંદ્ર મહેતા, નસીમા મોહસીનખાન પઠાણ, નાનબાઈ હર્ષદ સંજોટ, હિરેન રમેશભાઈ રાઠોડ જયારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારમાં આદિલ જુસબ જત, ચેતનભાઈ રવિલાલ શાહ, ચંદ્રાબેન ધનશ્યામભાઈ સોની, રાણબાઈ આત્મારામ મહેશ્વરી સહિત 10 જંગની સ્થિતિ છે.
વોર્ડ નં. 6 ભાજપ પક્ષનાં ઉમેદવારમાં જલધિ (જગત) ચંદ્રભાઈ વ્યાસ, ધ્વનિબેન હિતેશ ગણાત્રા, પ્રશાંતગિરિ લહેરીગિરિ ગોસ્વામી અને હિનાબા જિતેન્દ્રસિંહ ઝાલા, કોંગ્રેસના ઉમેદવારમાં કોમલ ભાવેશ ઝોટા, શબનમ સલમાન ખત્રી, સલીમ અબ્બાસ આરબ અને સૂરજ મુકેશ ઠક્કર સહિત 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. વોર્ડ નં. 7 માં ભાજપનાં ઉમેદવારમાં મયંક વિજયભાઈ રૂપારેલ, મીના દેવદત્ત ગઢવી, રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા અને સાવિત્રી રામકુમાર જાટ જ્યારે કોંગ્રેસમાં જ્યોતિ અમિત ગોહિલ અને નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા સહિત ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી છે. રાજકીય રીતે પ્રભાવશાળી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
વોર્ડ નં. 7 ભાજપનાં ઉમેદવારમાં મનીષા ધવલરાજ સોલંકી, મનુભા ખેતુભા જાડેજા, વિમી વિનોદભાઈ ઠક્કર જ્યારે કોંગ્રેસનાં ઉમેદવારમાં મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, રસીલાબેન અનિલ ભાટી મળી 7 ઉમેદવારો વચ્ચે કડક સ્પર્ધા છે.
વોર્ડ નં. 9 ભાજપ પક્ષનાં ઉમેદવારમાં કિષ્નાબા અજયસિંહ જાડેજા, પ્રકાશ રામજીભાઈ મહેશ્વરી, રૂપલ હિતેશ ચાવડા અને શીતલકુમાર ચંદ્રકાંત શાહ જ્યારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારમાં દર્શક ભરતદાન ગઢવી, દિવ્યરવિ સોમાભાઈ સોંદરવા અને હંસાબેન શિવપુરી ગુંસાઇ મળી કુલ ૯ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.
વોર્ડ નં. 10 ભાજપ પક્ષનાં ઉમેદવારમાં દિલીપ પ્રેમજીભાઈ હડિયા, વંદના ઝમીર પરમાર, હસ્મિતા નવીનચંદ્ર ગોર અને હિરેન ભાનુકુમાર ઠક્કર જ્યારે કોંગ્રેસ પક્ષમાં પૂજન ગિરીશભાઈ રાજગોર, મહમદ ઇકબાલ નઝમુલહસન સૈયદ, મિત્તલ વિરેન ઠક્કર સહિત ૧૧ ઉમેદવારો જંગ લડી રહ્યા છે.
વોર્ડ નં. 11 (બિનહરીફ) આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ કોઈ ઉમેદવારી નોંધાઈ નહોતી, જેથી ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
બાકીના વોર્ડોમાં પણ ભાજપ, કોંગ્રેસ અને સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે, જ્યાં ઘણા નવા ચહેરાઓ જૂના નેતાઓને પડકાર આપી રહ્યા છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરના તમામ વોર્ડોમાં મતદાન મથકો ગોઠવાઈ ગયા છે અને સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ બંદોબસ્ત મજબૂત બનાવવામાં આવ્યો છે. કુલ લાખો મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારોમાં પણ ચૂંટણીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વિકાસ, પાણી, રસ્તા અને સફાઈ જેવા મુદ્દાઓ આ વખતે મુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે.
પ્રચારનો અંતિમ તબક્કો શરૂ થતાં ઉમેદવારો દ્વારા વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ તેજ બન્યો છે. સોશિયલ મીડિયા અને વ્યક્તિગત સંપર્ક દ્વારા પ્રચારને ગતિ આપવામાં આવી રહી છે.
આમ, ભુજ પાલિકા ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહી છે, જ્યાં દરેક વોર્ડમાં કઠિન ટક્કર વચ્ચે અંતિમ પરિણામો અનેક રાજકીય સમીકરણોને અસર કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar