
જૂનાગઢ/અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) ઉનાળો આવે અને લોકોને કેરી નો સ્વાદ દાઢે લાગે.
આ વર્ષે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવક શરૂ થઈ છે. પ્રથમ તો 50 થી 100 બોક્સની આવક નોંધાતી હતી જ્યારે છેલ્લા પાંચ દિવસથી આવકમાં મોટો ફેરફાર થયો છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વધી છે કેસર કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આ વર્ષે કેરીની સિઝન લાંબી ચાલે તેવી પણ શક્યતા છે. છેલ્લા એક મહિનામાં 50,000 થી વધુ બોક્સની માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાય છે.ઉનાળાની ઋતુમાં રસિયાઓ કેસર કેરીની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેરીની આવક શરૂ થઈ છે.
પ્રથમ તો 50થી 100 બોક્સની આવક નોંધાતી હતી જ્યારે છેલ્લા પાંચ દિવસથી આવકમાં મોટો ફેરફાર થયો છે. દરરોજના પાંચથી દસ હજાર કેરીના બોક્સની આવક નોંધાઈ રહી છે.આજે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં આઠથી દસ હજાર બોક્સની આવક થઈ હતી. તાલાળા આસપાસના વિસ્તારમાંથી ઈજારેદારો કેસર કેરી લઈને જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.
કેસર કેરીની આવક શરૂ થઈ ત્યારે 1500થી 2000 પ્રતિ બોક્સનો ભાવ હરાજીમાં બોલાતો હતો જેની સામે આજે 800 થી 1100 સુધીના પ્રતિ બોક્સના ભાવ રહ્યા હતા. જેમ જેમ કેરીની આવક વધતી જશે તેમ કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાશે. બીજી તરફ ગત વરસની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક સારો એવો હોવાના કારણે હજુ પણ આગામી દિવસોમાં કેરીની આવક વધવાની શક્યતાઓ છે અને કેરીની સીઝન લાંબી પણ ચાલી શકે છે.
એક તરફ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આખું વર્ષ મહેનત કરીને આંબાની રખેવાળી કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ વાતાવરણમાં ફેરફારના કારણે કેરીના પાકમાં ખાસો એવો ઘટાડો થઈ રહ્યો છે.
ગત વર્ષે આ સિઝનમાં જ્યાં કેરીના 200 બોક્સ ઉતરતા હતા. તે સમયે અત્યારે 100 બોક્સ જ કેરીના ઉતરી રહ્યા છે.
શરૂઆતમાં જ વાતાવરણમાં ફેરફારના કારણે આંબામાં મોર બળી ગયા હતા. જેના કારણે ખેડૂતોને નુકસાનનો પણ સામનો કરવો પડી રહ્યો .છે બીજી તરફ તાલાળામાં પણ કેસર કેરીની હરાજી શરૂ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ