
ભાવનગર,21 એપ્રિલ (હિ.સ.) ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે.
આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ.
કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT