ભાજપના વોર્ડ નંબર 2ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકા ના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાનો કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટે
ભાજપના વોર્ડ નંબર 2ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો


ભાજપના વોર્ડ નંબર 2ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો


પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકા ના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાનો કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટેલ, મહામંત્રી સંજય પટેલ, ડો. સેવંતીલાલ પટેલ અને મનોજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસને ગધેડા અને મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી પાર્ટી ગણાવી, અને કાર્યકરોને સગા-વહાલાને નહિ પરંતુ પક્ષને જોઈને મતદાન કરવા આહવાન કર્યો.

સેવંતીલાલ પટેલે મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદનની ટીકા કરતા કહ્યું કે ખડગેએ RSS અને BJPને ઝેરીલો સાપ કહીને મુસ્લિમોને જહાન્નમમાં મોકલવાનો ભ્રષ્ટ પ્રયાસ કર્યો છે. તેમણે ખડગેના આ નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું.

આ ઉપરાંત, સેવંતીલાલે કોંગ્રેસના ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા થવાના દાવા પર પ્રહારો કર્યો, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોલર સબસિડીની યોજનાનો હિતી દર્શાવ્યું. તેમણે પાટણમાં ઘૂસણખોરો મુદ્દે રેલી અને આવેદન આપવા માટે પણ કોંગ્રેસની ટીકા કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande