નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરવામાં નિષ્ફળ જતા પેન્શનરનું પેન્શન બંધ કરાશે
જૂનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી આઈઆરએલએ યોજના હેઠળ બેન્ક મારફત રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તીજોરી કચેરી સાથે સંલગ્ન બેન્ક શાખામાં જ તા. ૧/૫
નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરવામાં નિષ્ફળ જતા પેન્શનરનું પેન્શન બંધ કરાશે


જૂનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી આઈઆરએલએ યોજના હેઠળ બેન્ક મારફત રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તીજોરી કચેરી સાથે સંલગ્ન બેન્ક શાખામાં જ તા. ૧/૫/૨૦૨૬ થી તા. ૩૧/૭/૨૦૨૬ સુધીમાં કરાવવાની રહેશે. તા. ૩૧/૭/૨૦૨૬ સુધીમાં જે પેન્શનરોના હયાતીની ખરાઈના ફોર્મ માટેની કચેરીને મળશે નહીં તેવા પેન્શનરનું ઓગસ્ટ ૨૦૨૬ પેઈડ ઈન સપ્ટેમ્બર ૨૦૨૬ થી પેન્શન બંધ કરવામાં આવશે.

વયો વૃદ્ધ પેન્શનર ની સુવિધા માટે તંત્ર દ્વારા ડિજિટલ વિકલ્પો પણ અપાયા છે. પેન્શનરો www.jeevanpramaan.gov.in ની વેબસાઈટ પર ઓનલાઇન હયાતીની ખરાઈ કરાવી શકશે. આ ઉપરાંત જે પેન્શનરો બહાર જઈ શકે તેમ નથી તેઓ નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો જે તે એરિયાના પોસ્ટમેન નો સંપર્ક કરી શકે છે. પોસ્ટમેન રૂબરૂ ઘરે આવીને જીવન પ્રમાણરલો એપ્લિકેશન દ્વારા વિનામૂલ્ય હયાતીની ખરાઈ કરી આપશે

વિદેશમાં રહેતા પેન્શનરોએ ફોટા સહિત બેંક/શાખા, બેંક ખાતા નંબર, પીપીઓ નંબર લખીને નોટરી પાસે તેઓની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. અત્રેની કચેરીને પૂર્વ મંજૂરી વિના જે પેન્શનરે તેઓની બેંકની શાખા બદલાવેલ હશે તેવા પેન્શનરોની હયાતીની ખરાઈ કરવામાં આવશે નહીં. જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી. પેન્શનરોએ અત્રેની કચેરીમાં પીપીઓ માં કરેલ સહીના નમુના મુજબની જ સહી હૈયાતી ના ફોર્મ પર કરવી.

વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના આવકના પ્રમાણપત્ર https://cybertreasury.gov.in વેબસાઈટ પરથી મેળવી શકાશે. તેમજ કુટુંબ પેન્શનર પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું નિયત નમૂનામાં ગેઝેટેડ અધિકારી શ્રી/ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. એમ જૂનાગઢ જિલ્લા તિજોરી અધિકારી શ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande