
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના માચ્છીમારોની વર્ષ 2008-09ની ડીઝલ સબસીડી છૂટી કરવા માંગ થઈ છે. સીનીયર માચ્છીમાર આગેવાને રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.
માચ્છીમાર સમાજના સીનીયર આગેવાન માચ્છીમાર કાર્યકર મધુભાઇ મંગાભાઇ સોનેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ ફિશરીઝમંત્રી બાબુભાઇ બોખીરીયા અને ડેપ્યુટી ડાયરેકટર ઓફ ફીશરીઝ વેરાવળ ગીરસોમનાથને રજૂઆત કરતા જણાવ્યુ છે કે આખા ગુજરાત રાજ્યના માચ્છીમારોની સાલ 2008-2009 ની ડીઝલ સબસીડીવેટ સ્થગિત મોકુફ રાખેલ હતી. ત્યારની સરકાર પાસે બજેટના હતુ. ગ્રાન્ટ મંજૂરના થયેલ હતી એટલે ના ચુકવવામાં આવી હતી. અમો ફીશરીઝ અધિકારીને રૂબરૂ મળતા એ જવાબ મળતો કે ગ્રાન્ટ અભાવે ડીઝલ, સબસીડી, વેટ મોકુફ રાખેલ છે. આપને અરજ છે કે આજે ગુજરાત રાજયના માચ્છીમારોની હાલત ખરાબ છે. માચ્છીમારીના ધંધામાં દિવસે ને દિવસે ભયંકર મંદી આવે છે. તો માચ્છીમારના હકકના પૈસા છે તો સરકારે ફિશરીઝ ખાતાને ચૂક્વી આપવા જોઇએ. નહી ચુકવવામાં આવે તો અમો કોર્ટના દ્વાર ખખડાવશુ તેવી પણ ચીમકી મધુભાઇ સોનેરીએ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya