
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : હારીજ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાઈ હતી.
હારીજ તાલુકામાં જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટે કુલ ૧૧ ઉમેદવારોના સેન્સ લેવાયા હતા, જ્યારે તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૪૩ ઉમેદવારોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ હારીજ સ્થિત રોહિત કોટન જીન ખાતે યોજાયો હતો, જેમાં પ્રથમ હારીજ અને શંખેશ્વર તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા.
સેન્સ પ્રક્રિયામાં વિધાનસભા દંડક જગદીશભાઈ મકવાણા, પ્રદેશ મંત્રી આશાબેન પટેલ અને જિલ્લા મહામંત્રી બાબુભાઈ ઠાકોર સહિત પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર અને અન્ય ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ