પાટણમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. 3 એપ્રિલે બપોર પછી આકાશ કાળા વાદળોથી ઘેરાયું અને ગાજવીજ સાથે તોફાની પવન વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્
પાટણમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ


પાટણમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ


પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. 3 એપ્રિલે બપોર પછી આકાશ કાળા વાદળોથી ઘેરાયું અને ગાજવીજ સાથે તોફાની પવન વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ વરસાદ માત્ર શહેર પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદથી બાજરી, કેરી અને જીરુ જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે, ખાસ કરીને કાપણી માટે તૈયાર રવિ પાકોને મોટો ખતરો છે.

વરસાદની અસર માર્કેટયાર્ડમાં પણ જોવા મળી હતી, જ્યાં ખુલ્લામાં પડેલો માલ પલળી ગયો હતો. વેપારીઓ અને મજૂરોને માલ બચાવવા દોડધામ કરવી પડી હતી. આ બદલાયેલા વાતાવરણથી ગરમીમાં થોડી રાહત મળી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓ માટે ચિંતા વધારી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande