હારીજ તાલુકાના ગોવના ખાતે ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : હારીજ તાલુકાના ગોવના ગામે આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ શુક્રવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોવના ગામ
હારીજ તાલુકાના ગોવના ખાતે ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો.


હારીજ તાલુકાના ગોવના ખાતે ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો.


પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : હારીજ તાલુકાના ગોવના ગામે આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ શુક્રવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગોવના ગામથી આશરે ૨ કિલોમીટર દૂર કંબોઈ માર્ગ પર વન વિસ્તારમાં સ્થિત આ મંદિર ગોવના સોલંકી રાજપૂત પરિવારના કુળદેવી તરીકે વર્ષ ૨૦૨૨માં નિર્માણ પામ્યું હતું. ચૈત્ર વદ એકમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર વર્ષે અહીં પાટોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવી છે.

ચોથા પાટોત્સવ નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં સંજયસિંહ નવલસિંહ વિરાજી સોલંકી યજમાન રહ્યા હતા. સાથે જ સ્વ. અમરસંગ સરતાનજી સોલંકી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો અને અન્ય સોલંકી પરિવારોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande