બાલા હનુમાન ગ્રુપ દ્વારા 10,000 થી વધુ બોટલ રક્ત એકત્ર કરી સર્જાયો સેવાનો ઇતિહાસ.
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની જન્મભુમિ પોરબંદર હવે માનવ સેવા અને રક્તદાન જેવા મહાન કાર્યમાં પણ અગ્રેસર બની રહ્યું છે.પોરબંદરની પવિત્ર ધરતી પર અનેક સેવાકીય સંસ્થાઓ વર્ષભર સમાજહિતના કાર્યોમાં સક્રિય
બાલા હનુમાન ગ્રુપ દ્વારા 10,000 થી વધુ બોટલ રક્ત એકત્ર કરી સર્જાયો સેવાનો ઇતિહાસ.


બાલા હનુમાન ગ્રુપ દ્વારા 10,000 થી વધુ બોટલ રક્ત એકત્ર કરી સર્જાયો સેવાનો ઇતિહાસ.


પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની જન્મભુમિ પોરબંદર હવે માનવ સેવા અને રક્તદાન જેવા મહાન કાર્યમાં પણ અગ્રેસર બની રહ્યું છે.પોરબંદરની પવિત્ર ધરતી પર અનેક સેવાકીય સંસ્થાઓ વર્ષભર સમાજહિતના કાર્યોમાં સક્રિય રહે છે.તાજેતરમાં પોરબંદરમાં યોજાયેલા એક અનોખા અને ઐતિહાસિક રક્તદાન અભિયાન દ્વારા શહેરે સમગ્ર રાજ્યમાં ગૌરવ અનુભવાવ્યું છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની રાજ્યની ડિઝાસ્ટર કમિટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પોરબંદરના યુવા સેવક કેતન ગજજરના નેતૃત્વ હેઠળ બાલ હનુમાન ગ્રુપ દ્વારા બાલ હનુમાનજીના જન્મોત્સવના પાવન અવસર પર ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિર માત્ર સામાન્ય કાર્યક્રમ ન રહી,પરંતુ માનવતાની સેવા માટેનું એક વિશાળ અભિયાન બની ગયું.આ અભિયાન દરમિયાન આશરે 10,000 થી વધુ જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવી, જે પોરબંદર માટે એક ગૌરવસભર અને રેકોર્ડબ્રેક ઇતિહાસ સમાન ઘટના બની છે.

વધુમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પોરબંદર શહેરમાં સેવાભાવ અને માનવતા હંમેશા જીવંત રહી છે.અહીં અનેક સંસ્થાઓ ગરીબોને સહાય, આરોગ્ય સેવા, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સતત કાર્યરત રહે છે. આવા શહેરમાં જ્યારે રક્તદાન જેવી માનવ સેવા માટેનું વિશાળ આયોજન થાય ત્યારે સમગ્ર શહેર એક પરિવારની જેમ જોડાઈ જાય છે.બાલા હનુમાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ અભિયાન પણ એ જ ભાવનાનું પ્રતિબિંબ છે.

કેતન ગજજર અને તેમની ટીમે આ આયોજન માટે લાંબા સમયથી તૈયારી શરૂ કરી હતી. યુવાનોને જોડવામાં આવ્યા અને વિવિધ સામાજિક સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવ્યો. અનેક હોસ્પિટલો, બ્લડ બેન્કો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આ અભિયાનમાં સક્રિય સહકાર આપ્યો.પરિણામે જ્યારે રક્તદાન શિબિર યોજાઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા.રક્તદાન શિબિર દરમિયાન યુવાઓ, વડીલો, મહિલાઓ સહિત સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. ઘણા લોકો માટે આ પ્રથમ અનુભવ હતો, પરંતુ માનવતાની સેવા માટે તેઓ ઉત્સાહપૂર્વક આગળ આવ્યા.અનેક યુવાનો મિત્રો સાથે આવીને રક્તદાન કરતા જોવા મળ્ય. આ દ્રશ્ય પોતે જ એક પ્રેરણા સમાન હતું.

વિદ્યાર્થીઓ, વેપારીઓ, સામાજિક કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આ અભિયાનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી,સમગ્ર આયોજન ખુબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.રક્તદાતાઓ માટે જરૂરી તબીબી વ્યવસ્થા,આરામની વ્યવસ્થા અને માર્ગદર્શન માટે ડોક્ટરો તથા આરોગ્ય કર્મચારીઓ સતત સેવા આપી રહ્યા હતા.

રક્તદાનનું મહત્વ ખૂબ વિશાળ છે.એક બોટલ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.અકસ્માત, સર્જરી, પ્રસુતિ કે ગંભીર બિમારીઓ દરમિયાન અનેક દર્દીઓને રક્તની જરૂર પડે છે.ત્યારે આવી શિબિરો દ્વારા એકત્રિત થતું રક્ત અનેક જીંદગીઓ બચાવવામાં મદદરૂપ બને છે.તેથી જ કહેવામાં આવે છે કે, “રક્તદાન મહાદાન” અને ખરેખર રક્તદાનનો કોઈ વિકલ્પ નથી.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પોરબંદરમાં બાલા હનુમાનજીના જન્મોત્સવ સાથે જોડાયેલ આ રક્તદાન અભિયાન માત્ર ધાર્મિક ઉત્સવ સુધી મર્યાદિત ન રહી, પરંતુ માનવ સેવા સાથે જોડાયેલ એક મહાન સંદેશ બની ગયું.ધાર્મિક ભાવનાને માનવતાની સેવા સાથે જોડવાનું આ સુંદર ઉદાહરણ છે. બાલ હનુમાનજીના આશીર્વાદથી આ મહાન કાર્ય સફળ થયું હોવાનો ભાવ ઘણા સેવાભાવીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા.

કેતન ગજજર અને તેમની બાલ હનુમાન ગ્રુપની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત છે.તેઓ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ આપતા રહ્યા છે.પરંતુ આ વખતે થયેલું રક્તદાન અભિયાન તેમના કાર્યમાં એક નવી ઊંચાઈ સમાન છે. 10,000 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાની સિદ્ધિ માત્ર આંકડો નથી, પરંતુ પાછળ રહેલા હજારો સેવાભાવી દિલોની લાગણી અને માનવતાનો પરિચય છે.

આ આયોજનમાં અનેક સેવાભાવી દાતાઓ, યુવાનો અને સ્વયંસેવકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.સ્વયંસેવકો દિવસભર સતત કામગીરી કરીને રક્તદાતાઓને માર્ગદર્શન આપતા રહ્યા. કોઈને નોંધણી કરાવવામાં મદદ કરતા, કોઈને આરામની વ્યવસ્થા કરાવતા અને કોઈ તબીબી ટીમ સાથે સંકલન સાધતા જોવા મળ્યા.તેમની મહેનત અને સમર્પણથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પોરબંદર શહેર માટે આ ઘટના ગૌરવનો વિષય બની છે.શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓએ પણ કેતન ગજજર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે.ઘણા લોકોએ આ અભિયાનને પોરબંદરના સેવાભાવ અને માનવતાની પરંપરાનો ઉત્તમ દાખલો ગણાવ્યો છે.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,આ ઘટના એ પણ સાબિત કરે છે કે જ્યારે સમાજ એક સારા હેતુ માટે એકસાથે જોડાય છે ત્યારે અશક્ય લાગતી બાબતો પણ શક્ય બની જાય છે.હજારો લોકો દ્વારા કરવામાં આવેલ રક્તદાન અનેક અજાણ્યા દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.આ રીતે પોરબંદર માત્ર પોતાનું ગૌરવ વધારતું નથી,પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.પોરબંદરની ઓળખ માત્ર મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે જ નથી, પરંતુ સેવા, માનવતા અને સામાજિક એકતાની ધરતી તરીકે પણ છે. અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ વર્ષભર ગરીબોની મદદ,આરોગ્ય સેવા,શિક્ષણ સહાય અને વિવિધ સામાજિક કાર્યોમાં જોડાયેલી રહે છે.બાલા હનુમાન ગ્રુપનું આ અભિયાન પણ એ જ પરંપરાને આગળ વધારતું એક મહત્વપૂર્ણ પગલું છે.રક્તદાન અભિયાન દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ. કારણ કે આપેલું થોડું રક્ત કોઈના માટે આખું જીવન બની શકે છે. જ્યારે સમાજમાં રક્તદાન વિશે જાગૃતિ વધશે ત્યારે અનેક દર્દીઓને સમયસર સારવાર મળી શકશે.આ પ્રસંગે ઘણા યુવાનો એ પણ સંકલ્પ કર્યો કે તેઓ ભવિષ્યમાં પણ નિયમિત રીતે રક્તદાન કરશે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે. આવી ભાવના સમાજ માટે ખૂબ જરૂરી છે. જો દરેક શહેરમાં આ પ્રકારના અભિયાન યોજાય તો દેશમાં ક્યારેય રક્તની અછત રહે નહીં.અંતમાં કહી શકાય કે પોરબંદરમાં કેતન ગજજર અને બાલા હનુમાન ગ્રુપ દ્વારા યોજાયેલ આ રક્તદાન અભિયાન માત્ર એક કાર્યક્રમ નહોતો,પરંતુ માનવતા, સેવા અને એકતાનો મહોત્સવ હતો.10,000 બોટલ રક્ત એકત્ર કરીને તેમણે ખરેખર એક અનોખો ઇતિહાસ સર્જ્યો છે.

પોરબંદરની પવિત્ર ધરતી પર થયેલું આ મહાન કાર્ય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધતી રહે અને વધુ લોકો માનવ સેવા માટે આગળ આવે તેવી આશા સાથે કેતન ગજજર અને તેમની બાલ હનુમાન ગ્રુપની સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ રામદેવભાઈ મોઢવાડિયાએ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande