બોટાદમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ
બોટાદ, 30 એપ્રિલ (હિ.સ.)સરકારી આયુર્વેદ ઓપીડી જનરલ હોસ્પિટલ, બોટાદ દ્વારા સેવા રૂડી સંસ્થાના સહયોગથી આયુર્વેદ અને હોમિયોપેથી આધારિત નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને પરંપરાગત અને પ્રાકૃતિક સારવાર પ
ભાવનગર


બોટાદ, 30 એપ્રિલ (હિ.સ.)સરકારી આયુર્વેદ ઓપીડી જનરલ હોસ્પિટલ, બોટાદ દ્વારા સેવા રૂડી સંસ્થાના સહયોગથી આયુર્વેદ અને હોમિયોપેથી આધારિત નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને પરંપરાગત અને પ્રાકૃતિક સારવાર પદ્ધતિઓ વિશે જાગૃત કરવો તેમજ તેમને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો.

આ કેમ્પમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી તથા યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. દર્દીઓને તેમની તકલીફ મુજબ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ આપવામાં આવી હતી, જેનાથી લોકોને તાત્કાલિક રાહત મળતી જોવા મળી હતી.

કેમ્પ દરમિયાન આયુર્વેદના સિદ્ધાંતો, સ્વસ્થવૃત (દૈનિક જીવનમાં આરોગ્ય જાળવવાના નિયમો) અને આસપાસ ઉપલબ્ધ ઔષધીય વનસ્પતિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ સમજાવ્યું કે ઘરઆંગણે ઉપલબ્ધ છોડ અને જડીબુટીઓનો યોગ્ય ઉપયોગ કરીને ઘણી સામાન્ય બીમારીઓનું નિવારણ શક્ય છે.

આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને માનસિક શાંતિનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલ લોકોએ આ પ્રકારની સેવા માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં પણ આવા કેમ્પોનું આયોજન થતું રહે તેવી માંગ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમ સેવા રૂડી સંસ્થાના સહયોગથી સફળ રહ્યો હતો, જેનાથી લોકોમાં આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande