સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી–2 ઘટકની આંગણવાડીઓમાં ‘પૂર્ણા દિવસ’ ઉજવાયો
- કિશોરીઓના સુપોષણ માટે વિશેષ માર્ગદર્શન અપાયું સુરેન્દ્રનગર, 30 એપ્રિલ (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવાના આશય સાથે પાટડી–2 ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ચોથા મંગળવારના રોજ “પૂર્ણા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી–2 ઘટકની આંગણવાડીઓમાં ‘પૂર્ણા દિવસ’ ઉજવાયો


- કિશોરીઓના સુપોષણ માટે વિશેષ માર્ગદર્શન અપાયું

સુરેન્દ્રનગર, 30 એપ્રિલ (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવાના આશય સાથે પાટડી–2 ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ચોથા મંગળવારના રોજ “પૂર્ણા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત પૂર્ણા કિશોરીઓના વજન અને ઊંચાઈ માપવાની કામગીરી કરવામાં આવી હતી.

આ માપણી દ્વારા કિશોરીઓની આરોગ્યવિષયક સ્થિતિનું ચોકસાઈપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ‘પૂર્ણા શક્તિ’ (ટેક હોમ રેશન - THR) ના પેકેટનો ઉપયોગ કરીને કિશોરીઓ દ્વારા વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ વાનગીઓનું સુંદર નિદર્શન યોજીને અન્ય કિશોરીઓને પણ પૌષ્ટિક આહાર લેવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે બાળ વિકાસ યોજના અધિકારી અને મુખ્ય સેવિકા બહેનોના માર્ગદર્શન હેઠળ કિશોરીઓને પૂર્ણા શક્તિના નિયમિત ઉપયોગથી થતા વિવિધ આરોગ્યલાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ કિશોરીઓને આરોગ્ય અને પોષણના મહત્વ અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande