વેસ્મામાં મફત આંખ ચકાસણી કેમ્પ યોજાયો, ગ્રામજનોને મોટો લાભ
નવસારી, 05 એપ્રિલ (હિ.સ.): જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજીપુરા પ્રાથમિક શાળામાં યોજાયેલા આ આરોગ્ય શિબિરમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં
Navsari


નવસારી, 05 એપ્રિલ (હિ.સ.): જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજીપુરા પ્રાથમિક શાળામાં યોજાયેલા આ આરોગ્ય શિબિરમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પ દરમિયાન આધુનિક સાધનોની મદદથી આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. લગભગ 60થી વધુ લોકોએ આ નિ:શુલ્ક સેવાઓનો લાભ લીધો હતો, જેમાં ખાસ કરીને આંખની વિવિધ સમસ્યાઓનું નિદાન કરવામાં આવ્યું હતું.

ડોક્ટરોએ તપાસ દરમિયાન મોતીયા ધરાવતા દર્દીઓને ઓળખી તેમને મફત સર્જરી માટે પસંદ કર્યા હતા. સાથે જ, નજરની ક્ષમતા ચકાસીને જરૂરી દવાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોને ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સેવાકીય કેમ્પનું આયોજન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની સુપર સ્પેશ્યાલીટી આંખની હોસ્પિટલ દ્વારા સોહેલભાઈ સૈયદના સહયોગથી કરવામાં આવ્યું હતું. આયોજકો મુજબ, ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande