જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકના નવનિયુક્ત PI એ ચાર્જ સંભાળ્યો : સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું
જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) : જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પી.આઇ. ડોડીયાએ
પીઆઇ ડોડીયા


જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) : જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.આઇ. ડોડીયાએ સૌ પ્રથમ પાંચ હાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા.

પી.આઇ. ડોડીયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande