અમદાવાદ-રાજકોટની આરટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,લોકોને પરત મોકલી તપાસ શરૂ
- વડોદરા-સુરતમાં પણ થ્રેટના કારણે બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે - ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) રાજ્યની અનેક શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ બાદ આજે અમદાવાદ અને રાજકોટના આરટીઓને પણ ધમકીભર્યો ઈમેઈલ
Ahmedabad RTO


- વડોદરા-સુરતમાં પણ થ્રેટના કારણે બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

- ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા

અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) રાજ્યની અનેક શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ બાદ આજે અમદાવાદ અને રાજકોટના આરટીઓને પણ ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. આ મેઈલની જાણ થતા સાવચેતીના ભાગરૂપે આરટીઓની આખેઆખી કચેરી ખાલી કરાવીને તપાસ હાથ ધરાઈ છે. આ તપાસમાં સ્થાનિક પોલીસની સાથે બીડીડીએસ અને ડોગ સ્કોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ આરટીઓ બાદ રાજકોટની આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી ત્યાં પણ પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ થઈ રહી છે. તો બીજી બાજુ સુરત અને વડોદરાની આરટીઓમાં તકેદારીના ભાગરૂપે કચેરી ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ, રાજકોટ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા આરટીઓ ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે.

હાલમાં તમામ આરટીઓમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

સુરતની પાલ સ્થિત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આરટીઓ કચેરીની બહાર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને સામાન્ય જનતાની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સમગ્ર પરિસરનો કબજો લઈ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આરટીઓની ઉપર રહેણાંક મકાનોના રહેવાસીઓ નીચે દોડી આવ્યા

અમદાવાદના શુભાષબ્રીજ પાસેના હિમાલયા એલાન્ઝામાં આરટીઓની ઓફિસ આવેલી છે, જેની ઉપર રહેણાંક મકાનો પણ છે.

ધમકીને પગલે રહેવાસીઓ પણ નીચે અને ત્યાં આવેલા શો-રૂમના કર્મચારીઓ બહાર દોડી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, ધમકીની જાણ થતાં જ આરટીઓ સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમાચાર મળતા તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા. જે બાદ હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથીઆરટીઓકચેરીના તમામ ભાગોમાં તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદ આરટીઓમાં દરરોજ 500 લોકો અલગ અલગ કામ માટે આવતા હોય છે. જેમાંથી દરરોજ 200 લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. તેમજ અન્ય 300 લોકો અલગ અલગ કામ માટે આરટીઓમાં આવતા હોય છે. અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અરજદારોને અસર થવાની છે. હવે ટેસ્ટ માટે અરજદારોને બીજી તારીખ લેવી પડશે.

અમદાવાદ બાદ રાજકોટ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડથી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ઇ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.રાજકોટ આરટીઓમાં આજે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આવેલા 500 અરજદારોને પરત ફરવું પડ્યું છે. તેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે પછીની તારીખ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande