અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ
- ખીરું બહારથી ખરીદી બનાવેલા ઢોસા ખાધા બાદ ઢોસા ખાવા અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હ
અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ


- ખીરું બહારથી ખરીદી બનાવેલા ઢોસા ખાધા બાદ ઢોસા ખાવા

અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત નિપજ્યાં છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી.

ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ એક જ પરિવારના બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. આ કરુણાંતિકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ચાંદખેડામાં રહેતા વિમલ ગૌરીશંકર પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન એ રાત્રિના ભોજન માટે બહારથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. ઘરે ઢોસા બનાવીને જમ્યા બાદ ટૂંક સમયમાં જ આખા પરિવારની તબિયત લથડી હતી.

આ ઝેરી અસર એટલી જીવલેણ હતી કે સાડા ત્રણ વર્ષની બાળકી મિષ્ટી અને માત્ર અઢી મહિનાની માસૂમ રાહાએ જીવ ગુમાવ્યો હતો. જે બાળકોના કિલકિલાટથી ઘર ગુંજતું હતું, ત્યાં અત્યારે માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, ગંભીર હાલતમાં વિમલભાઈ અને ભાવનાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.

ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande