
સુરત, 06 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેર પોલીસ તંત્રમાં વધુ એક વખત દોડધામ મચી ગઈ હતી.જ્યારે સુરતની પાલ આરટીઓમાં બૉમ્બ હોવાનું મેઈલ મળ્યો હતો.અગાઉ પીપલોદ ખાતે પાસપોર્ટ ઓફિસ તેમજ વીઆર મોલ સહિતના સ્થળે મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ મળ્યા બાદ આજે પાલ ખાતે આવેલ આરટીઓમાં પણ બૉમ્બ હોવાનો મેલ મળ્યો હતો.આરટીઓમાં પ્રતિદિન સવારથી લઈને સાંજ સુધી હજારો લોકોની અવર-જવર રહે છે ત્યાં બૉમ્બ હોવાનું મેઈલ મળતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને પોલીસ કાફલો તેમજ ડોગ અને બોમ્બ સ્કોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે સૌ પ્રથમ તો આખી આરટીઓ કચેરીને ખાલી કરી દેવામાં આવી હતી અને ઠેર ઠેર આરટીઓની અંદર ડોગ્સ અને દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ આરટીઓ ખાતે રાબેતા મુજબ આજે સવારે પણ આરટીઓની કામગીરી ચાલી રહી હતી. અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા સાથે જ લાઇસેંસ કઢાવવા તથા ડ્રાંઇવિંગ ટેસ્ટ સહિતના કામો માટે લોકો પણ આરટીઓ કચેરી ખાતે આવ્યા હતા તે દરમિયાન આરટીઓમાં બોમ હોવાનો મેસેજ મળતા જ આરટીઓ કચેરી ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આ ઘટના અંગે જાણ થતા જ ડીસીપી,એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ કાફલો અને બોમ્સ સ્કોડ તથા ડોગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી અને આરટીઓની અંદર ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ડોગ અને બૉમ્બ સ્કોડ સાથે કલાકો સુધી સમગ્ર આરટીઓની કચેરીની અંદર ચેકીંગ હાથ ધરી હતી જોકે કશું શંકાસ્પદ નહીં મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે