ઉધનામાં પાણીપુરી ખાવા ગયેલા કિશોર પર અન્ય કિશોર દ્વારા ઘાતકી હુમલો
સુરત, 06 એપ્રિલ (હિ.સ.) : શહેરના ઉધના વિસ્તારમાં ભીમ નગર આવાસમાં રહેતા બે મિત્રો પાણીપુરી ખાવા માટે ગયા હતા. આ સમયે ભીમનગર આવાસમાં જ રહેતા અન્ય એક કિશોરે તેમની સાથે ઝઘડો કરી એલ ફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કા
Knife


સુરત, 06 એપ્રિલ (હિ.સ.) : શહેરના ઉધના વિસ્તારમાં ભીમ નગર આવાસમાં રહેતા બે મિત્રો પાણીપુરી ખાવા માટે ગયા હતા. આ સમયે ભીમનગર આવાસમાં જ રહેતા અન્ય એક કિશોરે તેમની સાથે ઝઘડો કરી એલ ફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી એક કિશોરને પેટમાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરના પિતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અન્ય કિશોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના ઉધના વિસ્તારમાં ભીમ નગર આવાસમાં રહેતા વિનોદ વામન સરદાર એ ગતરોજ ઉધના પોલીસ મથકમાં એક કિશોર સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 5/4/2026 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં વિનોદભાઈ નો દીકરો અને તેનો મિત્ર પાણીપુરી ખાવા માટે જતા હતા. આ સમયે ભીમ નગર આવાસમાં જ બિલ્ડીંગ નંબર 35 માં રહેતો અન્ય એક કિશોરે પાર્કિંગમાં વિનોદભાઈના દીકરાને બોલાવ્યો હતો અને તેમને એલ ફેલ ગાળો આપી ભીક મૂકીને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ કિશોરે પોતાની પાસેનો ચપ્પુ કાઢી વિનોદભાઈના દીકરાને પેટમાં મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે વિનોદભાઈની ફરિયાદને આધારે પોલીસે હુમલો કરનાર કિશોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande