જામનગર જિલ્લાના ધ્રોલમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો એસિડ પી આપઘાત
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : ધ્રોલ ગામમાં આવેલી વાળંદ શેરીમાં રહેતાં પ્રૌઢાએ માનસિક બિમારીથી કંટાળીને તેના ઘરે એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલી વાળંદ શેરીમાં મેમણ ચોક પાસે વસવ
આપઘાત મોત


જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : ધ્રોલ ગામમાં આવેલી વાળંદ શેરીમાં રહેતાં પ્રૌઢાએ માનસિક બિમારીથી

કંટાળીને તેના ઘરે એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલી વાળંદ શેરીમાં મેમણ

ચોક પાસે વસવાટ કરતાં કુલસુમબેન કરીશભાઇ જાનવાણી (ઉ.વ.52) નામના પ્રૌઢાને

છેલ્લા 20 વર્ષથી માનસિક બિમારી વળગી હતી. આ બિમારીની સારવાર છતાં તબિયતમાં

કોઇ સુધારો થતો ન હતો. તેમજ એસિડીટીની તકલીફ અને ઓછી સાંભળતાં હોય જેથી

બેરોમીટર લીધેલ હતું.

દરમ્યાન પ્રૌઢા થોડાં દિવસોથી ગૂમસુમ રહેતા હતા. આ

બીમારીનું મનમાં લાગી આવતા ગત્ તા. 29ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં

પ્રૌઢાએ તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ધ્રોલની સરકારી હોસ્પિટલ

અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું

શનિવારે સારવાર દરમયાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે

મૃતકના પુત્ર આસિફભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. એ. કુબાવત તથા સ્ટાફએ

મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande