સિંધુએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં રોમાંચક જીત મેળવી, લક્ષ્ય સેન મેચથી બહાર
નિંગબો, નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ): બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ એ, બુધવારે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2026 ના પ્રથમ રાઉન્ડની કઠિન સ્પર્ધામાં જીત મેળવીને, બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. લગભગ બે મહિના પછી એક્શનમાં પરત ફરેલી સિંધુને વિ
ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ


નિંગબો, નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ): બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ એ, બુધવારે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2026 ના પ્રથમ રાઉન્ડની કઠિન સ્પર્ધામાં જીત મેળવીને, બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

લગભગ બે મહિના પછી એક્શનમાં પરત ફરેલી સિંધુને વિશ્વની 38 નંબરની ખેલાડી મલેશિયાની વોંગ લિંગ ચિંગ સામે કઠિન પડકારનો સામનો કરવો પડ્યો.,

પહેલી ગેમ 15-21થી હારી ગયા બાદ, સિંધુએ શાનદાર વાપસી કરી અને આગામી બે ગેમ 21-11, 21-19થી જીતી. એક કલાક અને સાત મિનિટ ચાલેલી મેચ જીત્યા બાદ, તે હવે ચીનની બીજા ક્રમની વાંગ ઝી યીનો સામનો કરશે.

અગાઉ, આયુષ શેટ્ટીએ વિશ્વની 7 નંબરની અને ગયા વર્ષની બ્રોન્ઝ મેડલ વિજેતા લી ઝી ફેંગને 21-13, 21-16થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. 51 મિનિટમાં આ વિજય બાદ, આયુષ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈપેઈની ચી યુ જેનનો સામનો કરશે.

જોકે, ભારતના લક્ષ્ય સેનને નિરાશાનો સામનો કરવો પડ્યો અને તે હોંગકોંગના લી ચેઉક યુ સામે 12-21, 19-21થી હારી ગયો.

મહિલા સિંગલ્સમાં, માલવિકા બંસોડ અને તન્વી શર્મા પણ પોતપોતાની મેચ સીધી ગેમમાં હારી ગઈ અને બહાર થઈ ગઈ.

દિવસના અંતે થનારી મેચોમાં, એચએસ પ્રણય, કિદામ્બી શ્રીકાંત અને ઉન્નતિ હુડ્ડા સિંગલ્સ કેટેગરીમાં એક્શનમાં જોવા મળશે.

ભારતીય પરિણામો (રાઉન્ડ ઓફ 32):

મહિલા સિંગલ:

પીવી સિંધુએ, વોંગ લિંગ ચિંગ (મલેશિયા)ને 15-21, 21-11, 21-19થી હરાવી

બુસાનન ઓંગબામરુંગફાન (થાઇલેન્ડ) એ, માલવિકા બંસોડને 21-10, 21-19થી હરાવી

કરુપ્પાથેવન લેટશાના (મલેશિયા) એ, તન્વી શર્માને 21-19, 21-14થી હરાવી

પુરૂષ સિંગલ્સ:

આયુષ શેટ્ટીએ [5], લી ઝી ફેંગ (ચીન)ને 21-13, 21-16થી હરાવ્યો

લી ચેક યુ (હોંગકોંગ) એ, લક્ષ્ય સેનને 21-12, 21-19 થી હરાવ્યો

મહિલા ડબલ્સ:

લી યી જિંગ/લુઓ શુ મિન (ચીન) એ કવિપ્રિયા સેલ્વમ/સિમરન સિંઘીને 21-9, 21-8થી હરાવ્યા

હથથિપ મિઝાદ/નાપાપાકોર્ન તુંગકાસાતન (થાઈલેન્ડ) એ અશ્વિની ભટ કે./શિખા ગૌતમને 21-10, 21-10 થી હરાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર/સુનીલ દુબે/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande