અમરેલી એલ.સી.બી.નો મોટો દબદબો: એક વર્ષથી ફરાર છેતરપીંડીનો આરોપી ઝડપાયો
અમરેલી, 01 મે (હિ.સ.) અમરેલી જિલ્લામાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડવામાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) ટીમને મોટી સફળતા મળી છે. પોલીસના સતત પ્રયત્નો અને ટેકનિકલ સોર્સના આધારે આ કાર્યવાહી હાથ ધ
અમરેલી એલ.સી.બી.નો મોટો દબદબો: એક વર્ષથી ફરાર છેતરપીંડીનો આરોપી ઝડપાયો


અમરેલી, 01 મે (હિ.સ.)

અમરેલી જિલ્લામાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડવામાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) ટીમને મોટી સફળતા મળી છે. પોલીસના સતત પ્રયત્નો અને ટેકનિકલ સોર્સના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર રેન્જના આઇ.જી.પી. આર.વી. અસારી દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુનાઓ આચરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરી દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી પૃથ્વીરાજ અમથાભાઈ ચૌધરી છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. આરોપી મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કમાલપુર ગામનો રહેવાસી છે, પરંતુ હાલ સુરત જિલ્લાના કઠોર ગામ વિસ્તારમાં રહેતો હતો.

એલ.સી.બી. ટીમે બાતમી, હકિકત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હલચલ પર નજર રાખી તેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. ધરપકડ બાદ આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા સાથે પો.સ.ઇ. જે.ડી. વાઘેલા, પો.સ.ઇ. એમ.ડી. ગોહિલ, એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, કનાભાઈ સાંખટ તેમજ હેડ કોન્સ્ટેબલ મહેશ મુંધવા, તુષાર પાંચાણી, રાહુલ ઢાપા અને પોલીસ કોન્સ્ટેબલ અશોક સોલંકી સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પોલીસની આ કામગીરીને કારણે લાંબા સમયથી ફરાર આરોપીને કાબૂમાં લેવામાં સફળતા મળી છે, જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande