ચોરાડમાં 1600 વર્ષ જૂની સામૂહિક લગ્ન પરંપરા જીવંત
પાટણ, 01 મે (હિ.સ.)કચ્છના રણ અને સાંતલપુર નજીકના ચોરાડ પંથકમાં આહિર સમાજ આજે પણ 1600 વર્ષ જૂની પરંપરા નિભાવતો જોવા મળે છે. વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે 48થી વધુ ગામોમાં એકસાથે 500થી વધુ યુગલોના સામૂહિક લગ્નો યોજાયા હતા. આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અ
ચોરાડમાં 1600 વર્ષ જૂની સામૂહિક લગ્ન પરંપરા જીવંત


ચોરાડમાં 1600 વર્ષ જૂની સામૂહિક લગ્ન પરંપરા જીવંત


પાટણ, 01 મે (હિ.સ.)કચ્છના રણ અને સાંતલપુર નજીકના ચોરાડ પંથકમાં આહિર સમાજ આજે પણ 1600 વર્ષ જૂની પરંપરા નિભાવતો જોવા મળે છે. વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે 48થી વધુ ગામોમાં એકસાથે 500થી વધુ યુગલોના સામૂહિક લગ્નો યોજાયા હતા.

આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના દ્વારકામાં થયેલા લગ્ન સાથે જોડાયેલી માન્યતા પર આધારિત છે. લોકવાયકા મુજબ ગર્ગાચાર્યે વર્ણવેલી લગ્નવિધિને આહિર સમાજે સદીઓથી યથાવત જાળવી રાખી છે.

લગ્નોમાં સાદગી અને પરંપરાગત પહેરવેશને ખાસ મહત્વ આપવામાં આવે છે. વરરાજા કે મહેમાન ગમે તેવા હોદ્દા પર હોય, દરેકને સમાજનો પૌરાણિક પહેરવેશ જ ધારણ કરવો પડે છે, જે તેમની સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ દર્શાવે છે.

આ લગ્નવિધિ અનોખી છે, જેમાં સાંજે જાન પહોંચે છે, રાત્રે ફેરા ફરે છે અને સવારે વિદાય થાય છે. સદીઓ બાદ પણ આ પરંપરામાં કોઈ ફેરફાર આવ્યો નથી, જે નવી પેઢી માટે સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande