
પાટણ, 01 મે (હિ.સ.)ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા 1200 વર્ષ જૂના શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે વૈશાખ સુદ પૂર્ણિમા પર વિશેષ ધાર્મિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે, ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ પરિવાર દ્વારા 101 કિલો કેરીનો અન્નકુટ ગોગા મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો.
શુક્રવારે, ઉનાળાની ઋતુમાં ભગવાનને મનોરથ અર્પણ કરવાની પરંપરાને અનુસરીને આ ભવ્ય મનોરથ યોજાયો. ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈના સાનિધ્યમાં, મંદિરના ગર્ભગૃહમાં 101 કિલો કેરીઓ અર્પણ કરવામાં આવી, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે, પરેશ દેસાઈ અને પૂજારી હસુભાઈ સહિતના ભક્તોએ મંદિરને સુંદર રીતે શણગારીને ધાર્મિક માહોલ ઊભો કર્યો. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત થઈ, ગોગા મહારાજના દર્શન અને પ્રસાદનો લાભ લઈને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ