સમી તાલુકાના ગાજદીનપુરા ગામે શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું
પાટણ, 01 મે (હિ.સ.)1 મે, 2026ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું. ભીમનાથ મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં 42 નવદંપતીઓએ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ
સમી તાલુકાના ગાજદીનપુરા ગામે શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું


સમી તાલુકાના ગાજદીનપુરા ગામે શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું


પાટણ, 01 મે (હિ.સ.)1 મે, 2026ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું. ભીમનાથ મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં 42 નવદંપતીઓએ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનયાત્રાનો પ્રારંભ કર્યો.

આ વિધિમાં વિધિગત રીતે ધાર્મિક ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. આયોજનના મુખ્ય આગેવાનોમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડો. ગોવિંદજી ઠાકોર, નાગરજી ઠાકોર, મફાજી ઠાકોર અને દિલીપજી કેશાજી ઠાકોર કનીજ સહિતના લોકોએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો.

સમૂહ લગ્ન સમારોહથી સમાજમાં સામાજિક સમાનતા, આર્થિક બચત અને એકતા વધારવામાં મહત્વનો ફાળો મળે છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ પ્રકારના આયોજનો આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ 42 નવદંપતીઓને આશીર્વાદ આપીને તેમના સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande