
ગીર સોમનાથ 01 મે (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે દિલ્હીથી ૧૪૦૦ યાત્રિકો સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. જેને વેરાવળ ના સ્થાનિક લોકોએ આવકાર્યા હતા.
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના પરંપરાગત ટીપ્પણી નૃત્ય સાથેના ગરબાથી પધારેલા ભાવિક ભક્તો અભિભૂત થયાં હતાં. અને તેમણે પણ શરણાઈ અને ઢોલના તાલે ગરબા કરી તેમજ પંજાબી ભાંગડા નૃત્ય કરી તેમનો ઉમળકો દર્શાવ્યો હતો.
રેલવે સ્ટેશનથી બહાર નીકળતા દર્શનાર્થીઓ પર નાની બાળાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી. ઘણા યાત્રિકો આ પુષ્પવૃષ્ટિથી અભિભૂત થઈને દીકરીઓને આશિર્વાદ પણ આપ્યાં હતાં. આમ, દિલ્હીથી પધારેલા યાત્રાળુઓને ગુજરાતની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિનો સુપેરે પરિચય થયો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ