
ગીર સોમનાથ 1 મે (હિ.સ.) તાલાલા તાલુકા પંચાયતમાં બીજેપી ના 9, આપના 7 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થતા કોઈ પણ પક્ષ તાલુકા પંચાયત બેસાડી શકે એવી સ્થિતિમાં નથી ત્યારે આમ આદમી પાર્ટીએ જીતેલા ઉમેદવારો પાસે પોતાના ઇષ્ટદેવ ના સોગંદના વિડિઓ બનાવી માસ્ટર સ્ટોક માર્યો.
આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જો ભૂલથી પણ પક્ષ પલટો કરે તો પાર્ટી નિયમ મુજબ એમનું સભ્ય પદ રદ કરાવવા માટે કોર્ટનો સહારો ચોક્કસથી લેશે ત્યારે એવા સંજોગોમાં ઉમેદવારનું નિયમ મુજબ સભ્ય પદ રદ થતા ફરીથી ચૂંટણી આવશે તો એ ઉમેદવારે પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા હોવાથી એમના માટે જીતવું મુશ્કેલ બની જશે.
આમ તાલાલા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જીતેલા ઉમેદવારો પાસેથી આવા વીડિયો બનાવી લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કર્યું છે ,હવે જો ભૂલથી પણ કોઈ ઉમેદવાર પક્ષ પલટો કરશે તો લોકોનો આક્રોશ સીધો જ એ ઉમેદવાર તરફ વળશે અને એમની રાજકીય કારકિર્દી પૂરી કરી નાખશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ