ચંદ્રુમાણા ગામે સેવાળા રોડ પર આવેલા શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
પાટણ, 01 મે (હિ.સ.) : વૈશાખ સુદ પૂનમના રોજ, પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સેવાળા રોડ પર આવેલા વ્યાસ પરિવારના ખેતરમાં નવું શ્રી ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જ્યાં દાદાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્વ. વાસુદેવ હરગોવિંદ વ્ય
ચંદ્રુમાણા ગામે સેવાળા રોડ પર આવેલા શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.


પાટણ, 01 મે (હિ.સ.) : વૈશાખ સુદ પૂનમના રોજ, પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સેવાળા રોડ પર આવેલા વ્યાસ પરિવારના ખેતરમાં નવું શ્રી ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જ્યાં દાદાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

સ્વ. વાસુદેવ હરગોવિંદ વ્યાસ પરિવારે આ યજ્ઞમાં યજમાન પદનો લાભ લીધો હતો, અને ચિરાગ ભરતભાઈ, જય વિજયભાઈ, સાગર મુકેશભાઈ, અને રવિ કૌશિકભાઈએ યજ્ઞમાં બેસી દાદાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી.

આ પ્રસંગે પંડિત ભરતભાઈ દવે, મહેશભાઈ શાસ્ત્રી, અને અજીતભાઈ દવે દ્વારા શ્રી ગોગા મહારાજની પ્રતિષ્ઠા વિધિ કરાવાઈ હતી, અને મહેન્દ્રભાઈ ભોગીલાલ વ્યાસ, કૌશિકભાઈ વાસુદેવભાઈ, અલ્કેશભાઈ શિવપ્રસાદ વ્યાસ, તથા ઘણા અન્ય પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande