
સોમનાથ, 01 મે (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત આજે દિલ્હી થી પધારેલા યાત્રિકો ગુજરાતની યાદગાર સંગીતસફર પરોણાગતથી એટલા અભિભૂત થયાં હતાં, કે તેઓએ આ ક્ષણોને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારવાનું ચૂક્યાં નહોતાં.
રેલવે સ્ટેશન ખાતે પધારેલા યાત્રિકો ઉનાળાના આગ ઓકતા મધ્યાહને પણ તંત્રના ઉષ્માસભર આવકારથી એટલા અંજાયેલા હતાં કે, પોતાના સફરની આ ખુશનુમા યાદોને એકબીજાના તેમજ પોતાના મોબાઈલમાં સંભારણાંરુપે સાચવતા નજરે પડ્યાં હતાં.
યાત્રિકો તંત્ર દ્વારા કરાયેલી સુવિધા અને સગવડોથી આનંદિત થઈને પોતે જ્યારે આદ્યાત્મિક પ્રવાસમાં આવ્યાં છે ત્યારે સોમનાથની પવિત્ર ભૂમિ પર વિતાવેલી એક-એક ક્ષણ પોતાના આપ્તજનો માટે પરત જાય ત્યારે બતાવવા થાય તે માટે દરેક ક્ષણોને કેમેરામાં કંડારતાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ